સુધાંશુ પાંડે અનુપમાના એક દ્રશ્યનું શૂટિંગ કરતી વખતે રડી પડ્યો હતો, ‘વનરાજ’ આનાથી ખૂબ જ દુઃખી હતો

અનુપમાના શોમાં રૂપાલી ગાંગુલી, સુંધાશુ પાંડે અને મદાલસા શર્મા મુખ્ય ભૂમિકામાં છે. વનરાજનું પાત્ર ભજવનાર સુધાંશુ પાંડેએ પોતે એક વખત તેમની સાથે બનેલી ઇમોશનલ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

સુધાંશુએ કહ્યું કે સીરિયલનો એક સીન તેને ખૂબ જ પરેશાન કરી રહ્યો હતો અને જ્યારે શૂટ શરૂ થયું ત્યારે તે સીન કરતી વખતે રડી પડ્યો હતો.
સુધાંશુ જણાવે છે કે તેને તેના ઓનસ્ક્રીન પુત્ર સમર એટલે કે પારસ કાલનાવત વચ્ચે તીખી દલીલ શૂટ કરવી પડી હતી, કારણ કે સમર તેની ગર્લફ્રેન્ડ નંદિની સાથે શાહ હાઉસ પહોંચે છે, પરંતુ વનરાજ તેને બિલકુલ પસંદ કરતો નથી.

આનાથી ગુસ્સે થઈને સુધાંશુ પાંડે આખા પરિવારની સામે તેના પુત્રને ગમે તેમ બોલે છે અને સમર અને તેની ગર્લફ્રેન્ડને ઘર છોડી જવાનું કહે છે. આ દરમિયાન સમર તેની સામે બોલે છે અને કહે છે કે આ તેની માતાનું ઘર છે અને અહીંથી જવાની જરૂર મારે નહિ તમારે છે.

બોલિવૂડલાઈફ સાથેની ખાસ વાતચીતમાં સુધાંશુએ જણાવ્યું કે આ સીનની સ્ક્રિપ્ટ વાંચતી વખતે તે ખૂબ રડ્યો હતો કે આ સીન કરતી વખતે પિતા તેના માટે કેટલો બલિદાન આપે છે અને પળવારમાં તેના જ બાળકો તેની સાથે ખરાબ વર્તન કરે છે.

સુધાંશુએ કહ્યું હતું કે તેના માટે આવા સીન કરવા સૌથી મુશ્કેલ હતા. ઈમોશનલી આ સીન ખૂબ જ ઈમોશનલ કરનારો હતો જ્યારે તેણે સ્ક્રિપ્ટ વાંચી, ત્યારે તે ત્રીજા પેજથી આગળ વધી શક્યો નહીં, કારણ કે તે જ સમયે તે રડવા લાગ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *