સુતા પહેલા દૂધમાં આ વસ્તુ નાખીને કરો સેવન, મળશે અનેક રોગોથી મુક્તિ અને શરીર રહેશે તંદુરસ્ત…

તમે જાણતા હશો કે દૂધ અને લવિંગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ આજ સુધી તમે આ બન્ને વસ્તુ નો અલગ અલગ ઉપયોગ કરવા વિશે સાંભળ્યું હશે. આજે આપણે દૂધ અને લવિંગનું સાથે સેવન કરવાથી કયા સ્વાસ્થ્લક્ષી ફાયદા થાય છે તે અંગે માહિતી મેળવીશું. દૂધ અને લવિંગનું સાથે સેવન કરવાથી ગંભીરમાં ગંભીર બીમારીથી પણ બચી શકાય છે.

લવિંગમાં ઘણા બધા વિટામિન અને ખનિજ તત્વો હોય છે, જેમાં ઝિંક, કોપર, પોટેશિયમ વધારે પ્રમાણમાં જોવા મળે છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત પણ લવિંગમાં પ્રોટીન, આયર્ન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ અને સોડિયમ જેવા તત્વો પણ વિપુલ પ્રમાણમાં હોય છે.

ફાયદા :

લવિંગનું સેવન કરવાથી અરુચિ દૂર થાય છે અને ભૂખ લાગે છે. લવિંગ પેટના કીડા ને મારીને ઇન્ફેક્શન દૂર કરે છે. લવિંગનું સેવન કરવાથી ચેતા શક્તિ સામાન્ય રહે છે. લવિંગનું સેવન કરવાથી શરીરમાં પરસેવાને લીધે આવતી દુર્ગંધ દુર થાય છે. આ ઉપરાંત તે મોઢા ની દુર્ગંધ ને પણ દૂર કરે છે. લવિંગનું સેવન કરવાથી પેશાબ ની નળી હંમેશા સાફ રહે છે.

લવિંગ અને દૂધની સાથે સેવન કરવામાં આવે તો શરીરમાંથી અનેક રોગો જડમૂળથી દૂર થાય છે. લવિંગ અને દૂધનું સેવન કરવાથી એસિડિટી, ગેસ, કબજિયાત વગેરે પેટની સમસ્યા દૂર થાય છે. મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે પણ લવિંગ અને દૂધનો ઉપયોગ કરી શકાય છે. દૂધ અને લવિંગનો સાથે સેવન કરવાથી ચરબી અને પ્રોટીન પુરુષો ના હોર્મોન્સ સક્રિય કરે છે તેથી પુરુષોમાં તાજગી લાવે છે. લવિંગ અને દૂધનું સાથે સેવન કરવાથી શારીરિક શક્તિ વધે છે.

લવિંગ અને દૂધ ક્યારે પીવું ?

લવિંગ અને દૂધનું સેવન કરવા માટે સૌથી સારો સમય રાતનો રહેશે. તેથી રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં બે લવિંગ નાખી ને તેનું સેવન કરવું. તમે લવિંગ ની જગ્યાએ તેનો પાવડર પણ ઉપયોગમાં લઈ શકો છો. જો તમને આ રીતે બનાવેલું દૂધ ન ભાવતું હોય તો પહેલા ૨ લવિંગ ચાવીને ખાઈ જવા અને ઉપરથી દૂધ પી જવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *