શ્વાસની તકલીફ, તાવ અને ડાયાબિટીસથી મળી જશે મુક્તિ, દરરોજ સવારે કરો આ પાણીનું સેવન

પ્રાચીન સમયથી જ નાળિયેર અને નાળિયેરનું પાણી મનુષ્ય સ્વસ્થ રહેવા માટે ઉપયોગમાં લે છે. કોલેરા, ટાઈફોડ વગેરે જેવા જીવલેણ રોગ માં નાળિયેરનું પાણી ગ્લુકોઝની જરૂરિયાત પૂરી પાડે છે. આ ઉપરાંત પણ ઘણા રોગોમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે તે ફાયદાકારક થાય છે.

વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા અનેક પોષક તત્વો નાળિયેર પાણીમાં હોય છે. તેથી મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, ઝાડા વગેરે જેવા રોગને મટાડવા માટે નાળિયેર પાણી નો ઉપયોગ થાય છે.

નાળિયેર તેલ વાળ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે તે એન્ટીલેમિન્ટીક અને એન્ટિસેપ્ટિક હોય છે. તેમાં મૂત્રલ અને શીતળ ગુણધર્મ હોય છે તેથી તે મૂત્ર રોગ દૂર કરે છે. નાળિયેર તેલને વાળમાં લગાવવાથી વાળ જડથી મજબુત બને છે અને તેનો વિકાસ વધે છે. ઘણા લોકો રસોઈમાં પણ નાળિયેર તેલનો ઉપયોગ કરે છે.

તાજુ નાળિયેર પાણી બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તે શરીરની ગરમી ઘટાડે છે અને પેશાબ છૂટથી લાવે છે. નાળિયેર નો અર્ક, નાળિયેરનું તાજું પાણી, તેલ વગેરે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. નાળિયેર પાણી તરસ છિપાવે છે અને ભૂખ વધારે છે. તે પાચનને પણ સુધારે છે જેથી પેટ ફૂલવા જેવી સમસ્યા દૂર થાય છે.

તાવ દૂર કરવા માટે કોપરેલ ને પીસીને તેનું દૂધ પીવાથી રાહત મળશે. તે ક્ષયના રોગી માટે ઉત્તમ ઔષધ છે. મંદાગ્નિ ને દુર કરવા માટે નાળિયેર ખૂબ જ ઉપયોગી થાય છે. ખાસ કરીને મેલેરિયાની સમસ્યામાં લોકોને નારિયેળ પાણી આપવામાં આવે છે.

૧૫૦ ગ્રામ નાળિયેરનું છીણ લઈને તેને ૧૦૦ ગ્રામ ઘીમાં શેકો ત્યારબાદ તેમાં ૨૦૦ ગ્રામ ખાંડ ઉમેરો અને ૧૫૦ ગ્રામ નારિયેળ પાણી મિક્સ કરીને પાક બનાવવો. પછી ધાણા, પીપર, નાગરમોથ, વંશલોચન, એલચી, જાયફળ, બદામ, ચારોળી, વવાડીંગ, સૂંઠ, શાહજીરું, તજ અને નાગરમોથ દરેકના પાંચ પાંચ ગ્રામ લઇ તેમાં થોડું કેસર નાખીને મિક્સ કરો. આ ચૂર્ણને પાક માં નાખી દેવાનું છે અને ચાસણી લેવાની છે. આ પાકનું સેવન ક્ષયના રોગી, મંદાગ્નિ, રક્તપિત્ત, એસિડીટી, નેત્ર રોગ વગેરેના દર્દીઓએ કરવું.

પાણી સાથે નું નાળિયેર લઇ તેના મુખમાં છિદ્ર બનાવીને તેની અંદર મીઠું ભરો. ત્યારબાદ બહારના ભાગમાં માટી ચોપડીને તેને દેવતામાં મૂકીને પકાવો. વાત, પિત્ત અને કફના રોગ દૂર કરવા માટે આ રીતે બનાવેલા નાળિયેરનું સેવન કરો.

પાંડુરોગ, ક્ષય, જ્વર, પિત્ત થી થતા તમામ રોગ ની સારવાર માટે નાળિયેર પાણી ઉપયોગી થાય છે. વજન ઘટાડવા માટે પણ તે ખાસ ઉપયોગી છે કારણ કે તેમાં કેલેરી ઓછી માત્રામાં હોય છે અને તે ડાયજેસ્ટિવ સિસ્ટમને સરળ બનાવે છે. નાળિયેર પાણીમાં ઘણા તત્વો હોય છે જે મેદસ્વિતા ઘટાડવા માં મદદરૂપ બને છે. તેમાં પણ સવારે ખાલી પેટે નાળિયેર પાણીનું સેવન કરવું વધારે ફાયદાકારક રહે છે.

સુકા નાળિયેર હાડકા માટે જરૂરી ખનીજ પૂરું પાડે છે તેથી તે હાડકાંને મજબૂત બનાવવા માટે ફાયદાકારક છે. સંધિવા, ઓસ્ટીઓપોરોસીસ વગેરે જેવા રોગોની સંભાવના સૂકું નાળીયેર ખાવાથી ઓછી થાય છે. એનિમિયા ને લીધે થતી લોહીની ખામી દૂર કરવા માટે પણ સૂકું નાળિયેર ફાયદાકારક છે. તે શરીરમાં લોહીનો અભાવ દૂર કરે છે અને જીવલેણ બીમારીથી બચાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *