તૈમુર સાથે લગ્ન કરવા છે બોલિવુડની આ સુંદર અભિનેત્રી ને, નામ જાણીને દંગ રહી જશો

બોલિવૂડમાં તેના ડાન્સ પર્ફોમન્સ ને લીધે ચાહકોના દિલ જીતનારી અભિનેત્રી નોરા ફતેહી ને તો બધા ઓળખે છે. આજે નોરા ટોચની અભિનેત્રીઓમાં સામેલ થઈ ગઈ છે. તેવામાં એક કિસ્સો સાંભળવા મળ્યો છે કે નોરા ને તૈમુર અલી ખાન સાથે લગ્ન કરવા છે. કરિના કપૂર અને સૈફ અલી ખાનના ૪ વર્ષના દીકરા તૈમુર સાથે લગ્ન કરવાની ઇચ્છા નોરા એ વ્યક્ત કરી હતી. આ વાત સાંભળીને બધાને મજાક જ લાગશે, તો ચાલો જાણીએ આખો કિસ્સો શું હતો.

એક વખત નોરા કરીના કપૂરના શો “શો વોટ વુમન વોન્ટ” મા ગેસ્ટ રૂપે હાજર રહી હતી. આ શોમાં કરીના એ નોરા ને ઘણા બધા સવાલો પૂછ્યા હતા જેના જવાબ પણ નોરા એ આપ્યા હતા. આ વાતચીત દરમિયાન જ નોરા એ તેના દીકરા તૈમુર ને લઈને કહ્યું કે, ” તૈમુર જ્યારે મોટો થઈ જાય ત્યારે હું તેની સાથે લગ્ન કરવા ઈચ્છું છું.”

આ વાત સાંભળીને કરીના કપૂર આશ્ચર્યચકિત થઈ ગઈ તેણે હસતાં જવાબ આપ્યો કે, ” મારો દીકરો હજુ ચાર વર્ષનો છે મને લાગે છે કે હજી ઘણો સમય છે.” તેના જવાબમાં નોરા એ પણ હસતાં જવાબ આપ્યો કે, ” સારું તો હું રાહ જોઈ લઈશ.” જો કે સૈફ અલી ખાન અને કરીના ને પણ નોરા ના ડાન્સ ખૂબ જ પસંદ છે.

તૈમુર અલી ખાન બધા સ્ટાર કિડ્સ માં સૌથી વધારે ફેમસ છે. તૈમુર નાનો હતો ત્યારથી જ તેની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે. નાનો હોવા છતાં પણ તે ફોટોગ્રાફર ને ફોટો પાડવા માટે પોઝ આપવા માં ક્યારેય પણ કસર છોડતા નથી. જોકે શરૂઆતમાં તે ફોટોગ્રાફર ને જોઈને ગભરાતો પરંતુ હવે તેને તેની આદત થઈ ગઈ છે.

ઘણી વખત તૈમુર નો મૂડ ન હોય તો ફોટો પાડવા માટે તે મનાઈ કરી દે છે. પરંતુ તે અવાર-નવાર મીડિયા સામે પોઝ આપતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર તૈમુર ની તસ્વીરો અને વિડિયો વાયરલ થતા રહે છે. તેમાં તે ખૂબ જ મસ્તી ભર્યા અંદાજમાં જોવા મળે છે.

જોકે આ વર્ષે કરીના એ તેના બીજા પુત્ર જહાંગીર ને જન્મ આપ્યો છે. તેના નામ વિશે પણ કરીના ખૂબ જ ચર્ચામાં રહી હતી. નોરા એ ઘણા ડાન્સ માં કામ કર્યું છે તેને સ્ટ્રીટ ડાન્સર થ્રી માં સારો રોલ ભજવ્યો છે. હાલમાં રિલીઝ થયેલી ભુજ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા મા પણ તે જોવા મળી હતી. તેને ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *