તારક મહેતા કા ઉલટા ચશ્માં સિરયલ માં બધા એક્ટર એક એપિસોડ ની આટલી ફી લે છે, જાણો..

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પાછલા ૧૩ વર્ષથી દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે. જે ખૂબ જ લોકપ્રિય ટીવી શો છે. ગોકુલધામ નો પ્રત્યેક કિરદાર આ શો ને ખાસ બનાવે છે. આ જ કારણ છે કે આ શો ટીવી ની દુનિયામાં સૌથી વધુ લાંબા સમય સુધી ચાલવા વાળો કોમેડી શૉ છે.

જેઠાલાલ, મહેતા, બબીતા, બાપુજી, ટુપ્પુ સહિત શૉ ના કેટલાક કલાકારો ની રીયલ લાઈફ વિશે તો તમે જાણો જ છો, પરંતુ શું તમે આ લોકોની કમાણી વિશે જાણો ! જે આ લોકો એક દિવસમાં મેકર્સ પાસેથી વસૂલે છે.

જેઠાલાલ શૉ ની જાન છે, તેના દ્વારા બોલાયેલા ડાયલોગ લોકો ભૂલી નથી શકતા. બબીતાજી ની સુંદરતા ના દિવાના ‘જેઠાલાલ’  નું પાત્ર દિલીપ જોશી નિભાવે છે. આ શૉ થી તે છેલ્લા 13 વર્ષથી જોડાયેલા છે.

મીડિયા રિપોર્ટ નું માનીએ તો દિલીપ જોષીને એક એપિસોડ માટે દોઢથી અઢી લાખ રૂપિયા મળે છે. ‘જેઠાલાલ’ ની સાથે આખા ગોકુલધામ વાસીઓને ‘ બાપુજી ‘ એટલે કે અમિત ભટ્ટ નો રોલ પણ સૌને પ્રિય લાગે છે. અમિત ભટ્ટ ની એક એપિસોડ ની ફી ૭૦ થી ૮૦ હજાર રૂપિયા છે. આપને જણાવી દઇએ કે પહેલા આ પાત્ર માટે દિલીપ જોષીની પસંદગી કરવામાં આવ્યા હતા.

દિશા વાકાણી એટલે કે દયા બેન ને તો શૉ ને અલવિદા કહ્યા ને ઘણો સમય થઈ ગયો છે. પરંતુ આજે પણ એમને એમના ફેન્સ ભૂલ્યા નથી. આ શો દ્વારા એમણે ઘણી પ્રસિદ્ધિ મેળવી છે. રિપોર્ટનું માનવામાં આવે તો એમને પ્રત્યેક એપિસોડના 1.2 લાખ રૂપિયા ચૂકવવામાં આવતા હતા. મેકઅપ દ્વારા એમના રૂપિયા વધારવાની પણ વાત કરવામાં આવી છતાં પણ એમનો પરત ફરવાનો રસ્તો સાફ દેખાતો નથી.

તારક મહેતા નું પાત્ર કવિ અને લેખક શૈલેષ લોઢા નિભાવે છે. એ પણ આ શો સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા છે. શૈલેષ લોઢા પતીક એપિસોડ ના 1 થી 1.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

બબીતાજી ના પતિ એટલે કે ઐયર નું પાત્ર નિભાવવા વાળા તનુજ મહાશબ્દને એક એપિસોડના ૮૦ હજારથી 1 લાખ રૂપિયા મળે છે. જેઠાલાલને બેચેન કરવાવાળી બબીતાનું પાત્ર મુનમુન દત્તા નિભાવે છે. મુનમુન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. મુનમુન દત્તાની વિશે વાત કરીએ તો એમની પ્રત્યેક એપિસોડ માટે પચાસ થી સીત્તેર હજાર રૂપિયા મળે છે.

સોમ ‘ આત્મારામ તુકારામ ભિડે ‘ નું પાત્ર નિભાવવા વાળા મંદાર ચંદાવર કરે પણ આ શો દ્વારા ઘણી પ્રસિદ્ધિ મેળવી છે. ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી ભીડે ને એક એપિસોડના લગભગ ૮૦ હજારથી એક લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે.

શોમાં જનરલ સ્ટોર ચલાવવા વાડા ‘ અબ્દુલ ‘ એટલે કે શરદને પ્રત્યેક એપિસોડ માટે ૧૦ થી ૫૦ હજાર રૂપિયા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *