આ શું કરી રહી છે અનુપમાની વહુ…? સસરા સાથે જ શરુ કરી દીધો રોમેન્ટિક ડાન્સ, વાંચો આ લેખ અને જાણો

ભારતીય પ્રણાલીમાં દરેક સંબંધોને ખૂબ જ માન સન્માન આપવામાં આવે છે. તેમાં પણ સસરા અને વહુ વચ્ચે નો સંબંધ તો પિતા અને પુત્રી જેવો હોય છે પરંતુ, ટીવી સિરિયલ અને નાચગાનની દુનિયામાં કોઈપણ સંબંધનો લીહાઝ રાખવામાં આવતો નથી. આજે આપણે એવી વહુ જોઈશું જેને તેના સસરા સાથે ડાન્સ કર્યો હતો.

આપણે જેની વાત કરી રહ્યા છીએ તે પ્રખ્યાત ટીવી સીરીયલ ‘અનુપમા’ ની કિંજલ વહુ એટલે કે નિધિ શાહ છે. તેને સસરા સાથે નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નિધિ તેના ઓન સ્ક્રીન સસરા વનરાજ સાથે રોમેન્ટિક ડાન્સ કરતી જોવા મળે છે. અનુપમા ટીવી સીરીયલ આજે નંબર વન પર પહોંચી ગઇ છે. TRP લિસ્ટ માં દર અઠવાડિયે આસો નંબર વન પર હોય છે.

આ સીરિયલના દરેક પાત્રો હેડલાઈન માં રહે છે. એટલું જ નહીં પરંતુ દર્શકો ટીવી સિરિયલના કલાકારો ના અંગત જીવનમાં પણ રસ ધરાવે છે, આ સીરિયલમાં કિંજલ નું પાત્ર ભજવતી નિધી શાન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે કારણકે, આ વીડિયોમાં નિધિ તેના ઓન સ્ક્રીન સસરા વનરાજ સાથે કિલર સ્ટાઈલમાં ડાન્સ કરતી નજરે પડે છે.

નિધિ એ આ વિડીયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં એક્ટર સુધાંશુ પાંડે જે તેના ઓન-સ્ક્રીન સસરા ની ભૂમિકા ભજવે છે તે જોવા મળે છે. તે તેની ઓન સ્ક્રીન પુત્રવધુ સાથે રોમેન્ટિક ડાન્સ કરી રહ્યા છે. આ બંને નો ડાન્સ જોઈને જરા પણ નથી લાગતું કે તેઓ સિરિયલમાં સસરા અને વહુ હશે. તે બંનેને સાથે જોઈને કપલ હોય તેવું લાગે છે.

ઘણા લોકોને નિધિ અને સુધાંશુ નો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો છે. જ્યારે એવા લોકો પણ છે જે ટ્રોલિંગ કરવામાં પાછળ નથી. તેઓને સસરા અને વહુ ના ઓન સ્ક્રીન રિલેશનને લીધે આ વિડિયો પસંદ ન આવ્યો. તેમાં એક યૂઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, ભાઈ તમારા દીકરાની વહુ છે થોડી તો શરમ કરો. તો બીજા યૂઝરે લખ્યું કે, હવે લાગે છે કે કાવ્ય ને કહેવું પડશે. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, ઘણી વખત પાત્રોને ભૂલી જઈને મજાક મસ્તી કરવી જરૂરી છે.

આ વીડિયોને બે લાખથી પણ વધારે લાઇક્સ મળી ચૂકી છે અને ચાહકો તેના પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. આજે ટીવી સીરીયલ અનુપમા ના ચાહકો આખી દુનિયામાં ફેલાયેલા છે. જેમાં મુખ્ય રોલમાં રૂપાલી ગાંગુલી જોવા મળે છે. તેણે અન્ય ટીવી સીરીયલ જેવી કે ‘સંજીવની’ અને ‘કહાની ઘર ઘર કી’ દ્વારા ખ્યાતિ મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *