યુએઈનો પાસપોર્ટ છે વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ, ભારતના વૈશ્વિક રેન્કમા થયો ઘટાડો

સંયુક્ત આરબ અમીરાત નો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. Arton Capital દ્વારા જાહેર કરવામાં આવેલા ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ એ યુએઈ પાસપોર્ટ ને ‘Highest Mobility Score’ મેળવવા માટે વિશ્વમાં પ્રથમ ક્રમાંક આપ્યો છે. તે ૧૫૨ દેશને પ્રવેશની મંજૂરી આપે છે. ૯૮ દેશને વિઝા મુક્ત પ્રવેશ આપે છે જ્યારે ૫૪ દેશને આગમન પર વિઝા આપે છે અને ૪૬ દેશને પ્રવેશ પહેલાં વિઝાની જરૂર પડે છે.

વર્ષ ૨૦૧૮ માં સૌપ્રથમ વખત યુએસ પાસપોર્ટ સૌથી મજબૂત બન્યો હતો તેણે ૨૦૧૯ માં પણ તેનું સ્થાન જાળવી રાખ્યુ પરંતુ, ૨૦૨૦ માં તેનો ક્રમ ઘટીને ૧૪માં થઈ ગયો. હવે ૨૦૨૧માં તેને ફરીથી પ્રથમ સ્થાન મેળવી લીધું છે. યુએઈ એ ૨૦૨૧ ની શરૂઆતમાં જ નાગરિકતા કાયદામાં સુધારો કરીને મંજૂરી આપી છે, જેમાં રોકાણકારો વ્યવસાયિકો વિશેષ પ્રતિભાવ અને તેમના પરિવારને કેટલીક શરતો હેઠળ યુએઈની નાગરિકતા અને પાસપોર્ટ મેળવવાની રજા મંદી આપવામાં આવી છે.

કોરોના પછી રેન્ક ઘટયો :

પાસપોર્ટ નું રેન્કિંગ ધારકોની હિલચાલ, સ્વતંત્રતા અને વિઝા મુક્ત મુસાફરી પર આધારિત હોય છે. પાસપોર્ટ પરથી નાગરિકની ઓળખાણ રજૂ થાય છે. પાસપોર્ટ વૈશ્વિક તક, અવરજવરની સરળતા અને જીવનની ગુણવત્તા ને અસર કરતું પરિબળ છે. કોરોના પછી વિઝા નિયમોમાં ફેરફાર થયા હતા ત્યારબાદ રેન્કિંગમાં પણ ફેરફાર થયો હતો.

કયા સ્થાને છે ભારત-પાકિસ્તાન ?

ભારતીય પાસપોર્ટને ૮૫ મું સ્થાન મળ્યું છે જ્યારે ગયા વર્ષે તે ૮૪ હતું. જ્યારે અફઘાનિસ્તાનને પાસપોર્ટમાં છેલ્લું સ્થાન મળ્યું છે એટલે કે ૧૧૨ મો ક્રમ. જ્યારે પાકિસ્તાને છેલ્લેથી ચોથું સ્થાન મળ્યું છે. પહેલા કહેવામાં આવ્યું હતું કે યુએઇમાં ભારતીય પ્રવાસીઓને ફરીથી ડિઝાઇન કરેલા ભારતીય પાસપોર્ટ આપવામાં આવશે. આ પાસપોર્ટ માં પહેલાં કરતાં વધારે સુરક્ષા સુવિધાઓ હશે નવા પાસપોર્ટ માટે અરજી કરી અને જુના પાસપોર્ટ રીન્યુ કરાવવા પર નવી ડિઝાઈન ના પાસપોર્ટ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *