વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નમાં મહેમાનો મોબાઈલ લઈ જઈ શકશે નહીં!!

વિકી કૌશલ અને કેટરિના કૈફ થોડા જ દિવસોમાં લગ્ન કરવા જઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી બંનેના પરિવારમાંથી કોઈએ આ અંગે ખુલીને રિએક્શન નથી આપ્યા.

તો બંનેના અવેટેડ લગ્ન સાથે જોડાયેલા ઘણા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે રાજસ્થાનમાં લગ્ન કરતા પહેલા બંને મુંબઈમાં કોર્ટ મેરેજ કરી શકે છે. તો હવે આવી રહેલા સમાચાર ચાહકોને વધુ આશ્ચર્યચકિત કરી શકે છે.

એવી ખબર છે કે વિકી અને કેટે તેમના લગ્ન માટે ઘણા નિયંત્રણો લાદવાનો પ્લાન બનાવી રહ્યા છે. બંને આ લગ્ન ખૂબ જ સિક્રેટ રીતે કરવા માંગે છે, જેથી ઓફિશિયલ ફોટો સિવાય મીડિયામાં કોઈ તસવીર કે વીડિયો ન આવે. આ માટે બંનેની જોડીએ લગ્નમાં મોબાઈલ લાવવા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે.

રિપોર્ટ્સ અનુસાર, આ લગ્નનું સંચાલન કરતી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ તમામ મહેમાનોને લગ્નમાં ફોન ન લાવવા માટે કહ્યું છે. એકંદરે એજન્સી ઇચ્છે છે કે લગ્નમાં કોઈપણ ફોટો કે વિડીયો અનઓફિશિયલ રીતે વાયરલ ન થાય.

એક સૂત્રએ પોર્ટલને કહ્યું, “આ બંને માટે એક મોટો દિવસ છે. એટલા માટે તેઓ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે તેમની જાણ વગર કોઈ ફોટા કે વિડિયો લીક ન થાય. બંને લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે અને તેમની ટીમ ખાતરી કરી રહી છે કે લગ્ન ખૂબ જ સિક્રેટ રીતે થાય.

જો બંનેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિકી હાલમાં જ ફિલ્મ સરદાર ઉધમમાં જોવા મળ્યો હતો. તો કેટરીના કૈફ તાજેતરમાં જ ફિલ્મ સૂર્યવંશીનો ભાગ બની છે. અને એને ટાઇગર 3નું શૂટિંગ પૂરું કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *