વિકી કૌશલ અને કેટરિના ના લગ્નને લઈને આવી મોટી અપડેટ, જાણો….

વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નને લઈને સતત અટકળો ચાલી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી મીડિયામાં બંનેના લગ્નને લઈને જાતજાતના સમાચાર આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.

હાલમાં જ વિકી કૌશલના એક સંબંધીએ પણ લગ્નની વાતને ફગાવી દીધી હતી, પરંતુ આ દરમિયાન વિકી કૌશલની ફિલ્મ ‘ભૂત’ અને ‘ગોવિંદા મેરા નામ’ના ડિરેક્ટર શશાંક ખેતાને કન્ફર્મ કર્યું છે કે તે બંનેના લગ્નમાં મહેમાન તરીકે સામેલ થવાના છે.

Shashank Khaitan : Aware of criticism around 'Dhadak' | Hindi Movie News - Times of India

પિંકવિલા ની ખબર અનુસાર, શશાંક ખેતાને પોતે આ વાતની પુષ્ટિ કરી છે કે તે વિકી અને કેટરીનાના લગ્નમાં ગેસ્ટ તરીકે હાજરી આપવાના છે. તેણે કહ્યું કે આ લગ્ન પંજાબી પરંપરા મુજબ રાજસ્થાનના સવાઈ માધોપુર કિલ્લામાં થશે. શશાંક ખેતાને કહ્યું છે કે તે કેટ અને વિકીના લગ્નમાં જાનૈયા તરીકે સામેલ થશે. આ સિવાય શશાંકે કરણ જોહરના નામની પણ પુષ્ટિ કરી છે, જે કેટ અને વિકીની ખૂબ નજીક છે.

વિકી કૌશલ અને કેટરીના કૈફ 700 વર્ષ જૂના કિલ્લામાં સાત ફેરા લેશે

 

પિંકવિલાના રિપોર્ટ અનુસાર, ફરાહ ખાન અને ઝોયા અખ્તર પણ લગ્નમાં હાજરી આપે તેવી શક્યતા છે. ફરાહ ખાન સંગીત કોરિયોગ્રાફ કરશે. તમને જણાવી દઈએ કે શશાંક લગ્નના પહેલા મહેમાન છે જેની પુષ્ટિ થઈ છે.

શશાંક ઉપરાંત અર્પિતા શર્મા અને અલવીરા અગ્નિહોત્રી પણ લગ્નમાં હાજરી આપશે. જો કે સલમાન ખાન આ સેલિબ્રેશનનો ભાગ નહીં હોય. લગ્નમાં શાહરૂખ ખાન હાજરી આપશે. એવું માનવામાં આવે છે કે આ લગ્નમાં લગભગ 200 મહેમાનો આવી શકે છે. તમને જણાવી દઈએ કે કેટ અને વિકીના લગ્ન 9 ડિસેમ્બરના રોજ થવાનું કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *