જો તમારા શરીરમાં પણ જોવા મળે આ લક્ષણો તો આ છે વિટામીન C ની ઉણપના ગંભીર નિશાની, જાણો આ લક્ષણો અને તેમને ક્યારેય અવગણશો નહિ

આપણા શરીરને સ્વસ્થ રાખવા અને તેની કામગીરીને નિયમિત જાળવી રાખવા માટે શરીરમાં વિવિધ પોષક તત્વો અને ખનિજ તત્વોની જરૂર પડે છે. આમાંથી વિટામીન સી એક મુખ્ય ઘટક છે જે શરીરની તંદુરસ્તી જાળવી રાખે છે. જો શરીરમાં વિટામિન સી ની ઉણપ થાય તો ઘણા રોગો સરળતાથી થઈ શકે છે. તેથી જો શરીરમાં વિટામિન ની ઉણપ ના લક્ષણો દેખાય તો તેને ક્યારેય પણ અવગણવા નહીં.

શરીરને તંદુરસ્ત રાખવા આપણે પૂરતા પોષક તત્વો અને ખનીજ હોય તેવા પદાર્થો ખાઈએ છીએ. આપણા પૌષ્ટિક આહાર ને લીધે જ આપણું શરીર સ્વસ્થ રહે છે અને યોગ્ય કામગીરી કરે છે. વિટામિન સી શરીરમાં કોલેજન બનાવે છે જે શરીરમાં હાડકા ની વૃદ્ધિ માટે અને રક્તવાહિનીઓ ની યોગ્ય કામગીરી માટે જવાબદાર છે. તેમજ તે શરીર પર પડેલા ઘાવ ને પણ જલદી રૂઝ આવવા માટે જવાબદાર છે. વિટામીન સી ની ઉણપને લીધે કયા રોગ થાય છે ચાલો જાણીએ.

સ્કર્વી :

શરીરમાં વિટામિન સી ની ઉણપને લીધે સ્કર્વી નો રોગ થાય છે. પેઢા માંથી રક્તસ્ત્રાવ થવો, નબળાઈ આવવી, થાક લાગવો, ત્વચા પર ફોલ્લીઓ થવી વગેરે જેવા લક્ષણો જોવા મળશે. આ ઉપરાંત તમને ભૂખ ઓછી લાગશે અને થાક વધારે લાગશે તેમજ સાંધા ના દુખાવા પણ થશે. જો તમને શરીરમાં આવા લક્ષણો દેખાય તો તેની યોગ્ય સમયે સારવાર કરવી. નહીં તો તમને એનિમિયા અને જીંજીવાઇટિસ ની બીમારી થઇ શકે છે.

હાઈપરથાઇરોઇડિઝમ :

ગળામાં રહેલી થાઇરોઇડ ગ્રંથિ માંથી જ્યારે વધારે હોર્મોન નો સ્ત્રાવ થાય છે ત્યારે આ સ્થિતિ ઉભી થાય છે. શરીરમાં વિટામિન સી નો અભાવ પણ થાઇરોઇડ માટે જવાબદાર હોઈ શકે છે. જો શરીરમાં લાંબા સમય સુધી વિટામિન સી ની ઊણપ હોય અને તેની સારવાર કરવામાં ન આવે તો થાઇરોઇડ ગ્રંથિ અને હાઈપરથાઇરોઇડિઝમ જેવી સમસ્યા થઈ શકે છે. આ બીમારીઓ વજન ઘટાડવાથી લઈને અન્ય સમસ્યાઓ પણ પેદા કરી શકે છે.

એનિમિયા :

શરીરમાં રક્ત કણ બનવા માટે આયર્ન તત્વ ખૂબ જ ઉપયોગી હોય છે અને વિટામિન સી શરીરમાં આયર્ન ના શોષણ માટે મદદ કરે છે. જો શરીરમાં વિટામિન સી ની ઉણપ થાય તો એનિમિયા નો રોગ થઈ શકે છે. થાક લાગવો, શ્વાસ ની સમસ્યા થવી, વજન ઘટવો વગેરે જેવા લક્ષણો એનિમિયાના હોઈ શકે છે.

ત્વચાના રોગ :

આપણે સૌ જાણીએ છીએ કે ત્વચાની સુંદરતા માટે વિટામીન સી ખૂબ જ જરૂરી તત્વ છે. તેના એન્ટીઓક્સીડેન્ટ ગુણધર્મને લીધે કોલેજન ઉત્પન્ન થાય છે. આ કોલેજન વાળ, ત્વચા તેમજ સાંધા ને સ્વસ્થ રાખવા માટે જરૂરી તત્વ છે. તેથી જો શરીરમાં લાંબો સમય સુધી વિટામિન સી ની ઉણપ રહે તો ત્વચા સંબંધિત રોગ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *