Whatsapp ડાઉન થતા ટેલિગ્રામને થયો ફાયદો, ૬ કલાકમાં જ વધ્યા આટલા મિલિયન યુઝર્સ

છેલ્લા સાત દિવસમાં જ વોટ્સએપ, ફેસબુક અને ઇંસ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ બે વખત ડાઉન થયા છે. ગયા સોમવારે વોટ્સએપની સેવાઓ છ કલાક માટે સ્થગિત રહી હતી જેને લીધે દુનિયાભરમાં તેના યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે છ કલાક પછી વોટ્સએપ ફરીથી કાર્યરત થઈ ગયું હતું પરંતુ આ સમયમાં તેની હરીફ કંપની ટેલિગ્રામ ને મોટો ફાયદો થયો છે.

આ સમયે ફેસબુકે એમ જણાવ્યું હતું કે ટેકનિકલ ખામી ને લીધે તેનું સર્વર ડાઉન થયું હતું. વોટ્સએપની પ્રાઇવસી પોલિસી ને લઈને સરકારથી લઈને સામાન્ય યુઝર્સ સુધી બધા લોકો ફરિયાદ કરી રહ્યા છે. આવામાં તેનું સર્વર ડાઉન થવાથી વોટ્સએપને ભારે નુકશાન થઇ શકે છે. જોકે વોટ્સએપ પ્રાઇવસી વધારવા માટે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ની વાત કરી રહ્યું છે.

હાલમાં વોટ્સએપ ચેટમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન પ્રોવાઈડ કરવામાં આવે છે પરંતુ ચેટ બેકઅપ પર આવી કોઇ સુવિધા આપવામાં આવતી નથી તેથી ક્લાઉડમાં થી સીધો ડેટા લીક થાય છે. જોકે વોટ્સએપ હાલમાં ચેટ બેકઅપ પર પણ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન આપવા માટે કાર્ય કરી રહ્યું છે.

વોટ્સએપ છ કલાક ડાઉન થતાની સાથે જ ટેલિગ્રામ ને નવા ૭૦ મિલિયન યુઝર્સ મળ્યા છે. જ્યારે આ પહેલાં વોટ્સએપ ડાઉન થયું હતું ત્યારે જ ટેલિગ્રામ ને ૧ બિલિયન ડાઉનલોડ મળ્યા હતા. હાલમાં ટેલિગ્રામ ને ૫૦૦ મિલિયન એક્ટિવ યુઝર્સ છે. આ સમય વોટ્સએપ માટે કપરો સાબિત થઈ શકે છે. જો તે જલદી તેની પ્રાઇવસી પોલિસી માં સુધારો નહીં કરે તો તેને ભારે નુકસાન પડી શકે છે.

ટેલિગ્રામ ની વધતી જતી લોકપ્રિયતા વોટ્સએપ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. જો કે વોટ્સએપ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન નો દાવો કરે છે પરંતુ યુઝર્સને તેના પર વિશ્વાસ કરવામાં સમસ્યા પડે છે. તેથી હવે યુઝર્સ વોટ્સએપ ને મૂકીને ટેલિગ્રામ અને સિગ્નલ જેવા એપ્સ ને સુરક્ષિત માને છે.

જો વોટ્સએપ ટૂંક સમયમાં યુઝર્સની ડિમાન્ડ સમજીને નવું અપડેટ નહીં લાવે તો હરીફ કંપની તેનો ફાયદો ઉઠાવી શકે છે. માત્ર છ કલાક વોટ્સએપ સર્વર ડાઉન થતાં ટેલિગ્રામ ના ૭૦ મિલિયન યુઝર્સ વધી ગયા. વોટ્સએપ વહેલી તકે તેની સર્વિસમાં સુધારો નહીં કરે તો તમે જ વિચારી લો તેને કેટલું નુકસાન થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *