યુવાવર્ગ ની મોટી મુશ્કેલી એવી ખીલ ની તકલીફ ને કરો આ રીતે દુર, આજે જ જાણો આ ખાસ ઉપાય…

આપણે આપણા ચહેરાની ગમે તેટલી સંભાળ રાખતા હશું તો પણ આપણને એક ટેવ તો હશે જ કે આપણે થોડી થોડી વારે આપણા ચહેરા પર હાથ અડાડતા રહીએ છીએ. તે આપણી સ્કીનને નુકશાન પહોંચાડે છે. આવું કરવાથી હાથમાં રહેલા જમ્સ ત્વચાને લાગી જાય છે અને તેનાથી ખીલ, તેલવાળી ત્વચા અને ચહેરા પર ખાડા પડી જવા જેવી સમસ્યાઓ સર્જાય શકે છે. તેનાથી આપની ત્વચાના બંધ રહેલા છિદ્રો ખુલી જાય છે. તેનાથી આપણી ચામડી કાળી અને બેજાન થઇ જાય છે.

ખીલ ની તકલીફ મોટે ભાગે યુવાની આવતા જ સર્જાતી હોય છે. તે થવાના બીજા અનેક કારણ હોય શકે છે. જેમ કે હોર્મોન્સ મા ફેરફાર થવુ, ચહેરો સ્વચ્છ ન રાખવો, વધારે પડતી ચિંતા, તેલ વાળી સ્કીન, વધતા પ્રદૂષણને કારણે પણ ખીલની સમસ્યા થઈ શકે છે. અત્યારના જમાનામાં ખાણીપીણીનાં કારણે પણ ખીલની તકલીફ થઇ શકે છે. વધારે ખાંડ વાળું, બહારના પીણા, બહારનું જંકફૂડ ખાવાથી પણ આ સમસ્યા થઇ શકે છે.

આ સમસ્યાને દૂર કરવા માટેના ઉપાય :

નારંગીની છાલને લઇ ચહેરા પર ઘસવી તેનાથી પણ રાહત રહેશે. લીલા નાલીયારનું પાણી વાળે રોજ ચહેરાને સાફ કરવો અને તેનાં પાણીનું સેવન કરવું તેનાથી જલદી ફેર દેખાવા લાગશે. ચહેરા પર રહેલી કાળાશ અને ખીલના ડાઘ દૂર કરવા માટે છાશ વાલે ચહેરાને ધોવો જોઈએ. જો તમારે જલદી ખીલ દૂર કરવા હોય તો મૂળના પાનાનો રસ કાઠીને ચહેરા પર લગાવવો. જાંબુના ઠળિયાને પાણીમાં ઘસીને લગાવવું. મીન્ઢોળને ઘસીને દૂધની મલાઈમાં મિક્સ કરીને લગાવવું તેનાથી ખીલ દૂર થઇ જશે.

જયફળ ને દૂધની મલાઈમાં ઘસીને ચહેર પર લગાવવું.રોજ રાતે સુતા પહેલા હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લેવો પછી ચરોલીને દૂધમાં ઘસીને એક પેસ્ટ બનાવવી અને તેને રાતે ચહેરા પર લગાવવું અને આખી રાત માટે રાખી દેવું. સવારે સાબુ અથવા ફેસવોશ વાલે ચહેરાને સાફ કરી લેવો. તેનાથી આ તકલીફ દૂર થઇ જશે. કાચા પૈપયાનું સીળ ચહેરા પર લગાવવું. આવું દરરોજ કરવું તેનાથી હંમેશા માટે ખીલ દૂર થઇ જશે.

પાકા પપૈયાની પેસ્ટ બનાવીને તેને ચહેરા પર માસાજ કરવો અને ત્યાર બાદ તેને ૧૫ થી ૨૦ મિનીટ માટે રહેવા દેવું. પછી તેને સાફ પાણી વાળે સાફ કરીને રૂમાલથી ચહેરો લુંછી લઈ ચહેરા પર નારિયેલ તેલ લગાવવું. આવું એક અઠવાડિયું કરશો તો તમારા ચહેરા પર રહેલા ડાઘ અને કરચલી દૂર થઇ જાય છે. તે ત્વચાને ચમકદાર અને ગોરી બનાવે છે.

તુલસીને આપણે ઔષધી તરીકે ઉપયોગમાં લઈએ છીએ. તેના માટે તુલસીનાં રસમાં આદુ અને લીંબુનો રસ ભેળવી ચહેરા પર લગાવવો અને તેને સુકાવા દેવું. સુકાઈ ગયા બાદ સાદા પાણી વાલે ચહેરો સાફ કરી લેવો. તેનાથી ચહેરા પર લગાવેલા કાળા ડાઘ દૂર થશે. ટામેટાને કાપીને તેને ચહેરા પર અથવા ખીલ વાળી વાળી જગ્યા પર માલીસ કરવી ને તેને ચહેરા પર સુકાઈ જાય ત્યાં સુધી રાખવું. પછી તેને નવશેકા પાણી વળે સાફ કરી લેવું. તેનાથી પણ ખીલમાં રાહત રહેશે.

આમળાનો પાઉડરમાં લોબાન સુખલ ભેળવી તેને ચહેરા પર લગાવવું અને તેને સુકાવા દેવું. પછી તેને લીમડાના પાનનું પાણી બનાવીને તેનાથી ચહેરો સાફ કરી લેવો. તેનાથી ખીલમાં રાહત રહેશે. જાયફળ અને કાચી સોપારીને પાણી નાખીને ઘસવી અને તેને ચહેરા પર લગાવવી. તેનાથી ખીલની તકલીફ દૂર થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *